'લોક હિતમ મમ કરણીયમ'
શ્રી કેશવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી. જૂનાગઢ ની સ્થાપના જૂનાગઢ ના આર.એસ.એસ ના કાર્યકર્તાઓ દ્વારા આર.એસ.એસ ના તત્કાલીન વિભાગ પ્રચારક મા. શ્રી શ્રીકાંત ભાઈ કાટદરે ની પ્રેરણા થી 1997 માં કરવા માં આવી. આ સોસાયટી નો મુદ્રાલેખ છે
'લોક હિતમ મમ કરણીયમ' એટલે કે જન કલ્યાણ એ જ મારુ કર્તવ્ય છે. આ સોસાયટી આપણા સમાજ ના આર્થિક રીતે નબળા લોકો ને આર્થિક સહયોગ આપી ને પગભર કરવા તથા રાષ્ટ્ર ની 'સર્વાંગિણ ઉન્નતિ’ એટલે કે આમૂલ સામાજિક પરિવર્તન માટે કાર્ય કરી રહી છે.
વર્તમાન માં આ સોસાયટી ની 24 શાખાઓ કાર્યરત છે. 2022-23 દરમિયાન નવી ચાર શાખાઓ શરૂ કરવાની યોજના છે.